Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
24 verses
1એલિયા ગિલયાદના તિશ્બેનો હતો, તેણે આહાબને કહ્યું કે, “ઇસ્રાએલના દેવ યહોવા જેની સંમુખ ઊભો રહું છું તેનો હું સેવક છું, અને હું માંરા જીવના સમ ખાઈને કહું છું કે હવેનાં વષોર્માં હું કહું નહિ ત્યાં સુધી ઝાકળ કે વરસાદ પડવાના નથી.”
2ત્યારબાદ તેને યહોવા તરફથી આ સંદેશો મળ્યો.
3“આ જગ્યા છોડીને તું પૂર્વ તરફ જા, યર્દન નદીની બાજુમાં કરીથના વહેળા પાસે સંતાઈ જા.
4ઝરણાનું પાણી પીજે, અને મેં કાગડાઓને આજ્ઞા કરી છે કે તે તને ત્યાં ખવડાવે.”
5તેણે યહોવાનાં કહ્યાં પ્રમાંણે કર્યુ. તે યર્દન નદીની બાજુમાં આવેલ કરીથના વહેળા પાસે ગયો.
6કાગડાઓ સવાર-સાંજ તેને રોટલી તથા માંસ લાવી આપતા, અને તે ઝરણામાંથી પાણી પીતો.
7પણ થોડા સમય પછી, નાની નદીનું પાણી સુકાઈ ગયું કેમકે દેશમાં કોઈ સ્થળે વરસાદ વરસ્યો ન હતો.
8પછી યહોવાએ એલિયાને કહ્યું,
9“તું ઊઠ, અને સિદોન નગરની પાસેના સારફત ગામમાં જઈને રહે, ત્યાં એક વિધવા સ્ત્રી રહે છે, તે તારું પોષણ કરશે, તે માંટે મેં તેને આજ્ઞા આપી છે.”
10આથી તે સારફત ચાલ્યો ગયો, જયારે તે ગામની ભાગોળે પહોંચ્યો ત્યારે, તેણે એક વિધવા સ્ત્રીને લાકડાં વીણતી જોઈ, તેણે તેનું અભિવાદન કર્યુ અને કહ્યું, “જરા મને કૂંજામાં થોડું પાણી પીવા લાવી આપોને.”
11તે પાણી લેવા જતી હતી એટલામાં એલિયાએ તેને બૂમ પાડીને કહ્યું, “માંરે માંટે ટૂકડો રોટલીનો પણ લાવજો.”
12પણ તે વિધવા બોલી, “તમાંરા દેવ યહોવાના સમ માંરી બરણીમાં મુઠ્ઠી લોટ અને કૂજામાં થોડું તેલ છે; એ સિવાય માંરી પાસે કશું ખાવાનું નથી. હું અહીં આ થોડા લાકડાં ભેગાં કરવા આવી છું, જેથી જઈને મરતાં પહેલાં માંરે માંટે ને માંરા પુત્રના છેલ્લા ભોજન માંટે કંઈ રાંધી શકું.”
13એલિયાએ કહ્યું, “ગભરાઈશ નહિ, જા ને હું કહું છું એ પ્રમાંણે કર. પહેલાં માંરા માંટે એક નાની રોટલી બનાવજે, પછી એક તારા માંટે બનાવ,અને ત્યાર પછી એક તારા પુત્ર માંટે બનાવ.
14કારણ, ઇસ્રાએલના યહોવા દેવનાં વચન છે કે, ‘યહોવા ભૂમિ પર વરસાદ ન મોકલે, ત્યાં સુધી બરણી માંનો લોટ અને તેલનો કૂંજો કદી ખાલી થશે નહિ.”‘
15આથી તેણે જઈને એલિયાના કહેવા મુજબ કર્યુ; અને લાંબા સમય સુધી એલિયાને, તે સ્રીને અને તેના કુટુંબને ખાવાનું મળતું રહ્યું.
16એલિયા માંરફતે યહોવાએ જે ભવિષ્યવાણી કરી હતી તે સાચી પડી અને તે પ્રમાંણે લોટની બરણી અને તેલનો કૂંજો કદી ખાલી થયા નહિ.
17ત્યારબાદ તે ઘરવાળી સ્રીનો પુત્ર માંદો પ���યો, તેની માંદગી એટલી ભારે હતી કે તેનું મૃત્યુ થયું.
18ત્યારે તેણે એલિયાને કહ્યું, “ઓ યહોવાના માંણસ, તમે શા માંટે આવીને માંરા એ પાપ વિષે યાદ કરાવો છો? જેને લીધે માંરો પુત્ર મરી ગયો હતો?”
19એલિયાએ તેને કહ્યું, “તારા પુત્રને માંરી પાસે લાવ.” એમ કહીને એલિયાએ તેના ખોળામાંથી બાળકને લઈ લીધો અને પોતે રહેતો હતો તે માંળ ઉપરની ઓરડીમાં લઈ જઈ તેને પોતાની પથારીમાં નીચે મૂક્યો.
20પછી તેણે યહોવાને પ્રાર્થના કરતાં કહ્યું, “ઓ માંરા યહોવા દેવ, હું જેને ત્યાં ઊતર્યો છું, તે વિધવાને તમાંરે સાચેજ નુકસાન પહોંચાડવું છે? એના પુત્રને તમે શા માંટે માંરી નાખ્યો?”
21તેણે પોતે બાળક તરફ ખેંચાઇને ત્રણ વખત લાંબા થઈને યહોવાને મોટેથી પ્રાર્થના કરી કે, “ઓ માંરા દેવ, આ બાળકને ફરી જીવતો કરી દે.”
22યહોવાએ તેનો પોકાર સાંભળ્યો. પેલા બાળકને ફરીથી જીવતો કર્યો.
23એલિયાએ તેને ઉપાડી લઈ ઘરના પરના માંળપરની ઓરડીમાંથી તેને તેની માંતા પાસે લઇ આવ્યો. તે બાળકને તેની માંતાને સુપ્રત કરીને તેણે કહ્યું, “જો, તારો પુત્ર તો જીવે છે.”
24તેથી તે સ્ત્રીએ કહ્યું, “હવે હું ખાતરી પૂર્વક જાણું છું કે તમે દેવના માંણસ છો, અને તમે બોલો છો તે યહોવાનું વચન છે તે સત્ય છે.”