Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
18 verses
1ત્યારબાદ દાઉદે પલિસ્તીઓને હરાવ્યાં, તેણે તેઓના દેશને અને તેઓની રાજધાની નગરના મોટા વિસ્તારને કબજે કરી લીધો.
2તેણે મોઆબીઓને પણ હરાવ્યાં અને તેમને જમીન પર સુવાડી દીધા અને દોરડાથી હારબંધ તેઓને છૂટા પાડ્યા. બે હારના માંણસો માંર્યા પરંતુ ત્રીજા હારના માંણસો જીવતા રહ્યાં. આમ મોઆબીઓ તેના તાબેદાર બન્યા તેઓ તેને માંટે કામ કરવા લાગ્યાં.
3રાહોબના પુત્ર સોબાહના રાજા હદાદએઝેરને દાઉદે હરાવ્યો, જ્યારે દાઉદ યુફ્રેતિસ નદી પાસેના વિસ્તારને અંકુશમાં રાખવા ગયો હતો.
4દાઉદે તેની પાસેથી 1ણ 700 ઘોડેસ્વાર સૈનિકો અને 20,000 પાયદળના સૈનિકોને કબજે કર્યા. દાઉદે 100 ઘોડાઓ રાખ્યા અને બાકીનાને લંગડા કરી દીધા.
5દમસ્કસના અરામીઓ સોબાહના રાજા હદાદએઝેરની મદદ કરવા આવ્યા, પરંતુ દાઉદે 22,000 અરામીઓને હરાવ્યા.
6દાઉદે દમસ્કસમાં સૈન્ય રાખ્યું અને અરામીઓ દાઉદના સેવકો બની ગયા અને ખંડણી ભરવા લાગ્યા. આમ, દાઉદ જયાં જયાં ગયો ત્યાં યહોવાએ તેને વિજય અપાવ્યો.
7હદાદએઝેરના સેવકો જે સોનાની ઢાલ રાખતા હતા તે પડાવી લઈને દાઉદ યરૂશાલેમ લઈ આવ્યો.
8પછી દાઉદે બેટાહ અને બેરોથાયથી પિત્તળમાંથી બનાવેલી ઘણી વસ્તુઓ લીધી, આ નગરો હદાદએઝેરની માંલિકીની હતી.
9જયારે હમાંથના રાજા ટોઈને ખબર મળી કે દાઉદે હદાદએઝેરના આખા લશ્કરને હરાવ્યું છે.
10એટલે તેણે પોતાના પુત્ર યોરામને રાજા દાઉદને હદાદએઝેર પર વિજય મેળવવા માંટે અને તેના લશ્કરને પરાજય આપવા બદલ અભિનંદન આપવા મોકલ્યો; હદાદેઝરને ટોઈની સાથે હંમેશા યુદ્ધ ચાલ્યા કરતાં હતાં. યોરામ પોતાની સાથે સોના અને ચાંદીથી બનેલી વસ્તુઓ અને પિત્તળનાં વાસણો લઈ ગયો હતો.
11દાઉદે આ બધી વસ્તુઓ લીધી અને યહોવાને અર્પણ કરી અને બધું યહોવાના મંદિરમાં સેવા માંટે અર્પણ કર્યું. આ બધી વસ્તુઓ દાઉદે તેણે હરાવેલા દેશોમાંથી લીધી હતી.
12દાઉદે અરામીઓ, મોઆબીઓ, આમ્મોનીઓ, પલિસ્તીઓ, અને અમાંલેકીઓ તથા સોબાહના રાજા હદાદએઝેર રાહોબના પુત્રને હરાવ્યાં હતાં.
13વળી, દાઉદે મીઠાની ખીણમાં જ18,000 અરામીઓને હરાવીને ભારે નામના મેળવી,
14અને દાઉદે સમગ્ર અદોમ પ્રદેશમાં સૈનિકોના સમૂહની નિમણૂક કરી. બધા અદોમીઓ દાઉદના ગુલામ થઈ ગયા. યહોવાએ દાઉદને સર્વત્ર વિજય અપાવ્યો.
15દાઉદે સમગ્ર ઇસ્રાએલ પર રાજય સ્થાપ્યું અને પોતાની બધી પ્રજા ઉપર ધર્મ અને ન્યાયપૂર્વક શાસન કર્યું.
16સરૂયાનો પુત્ર યોઆબ તેના લશ્કરનો સેનાપતિ હત���. અહીલૂદનો પુત્ર યહોશાફાટ તેનો ઇતિહાસકાર હતો.
17અહીલૂબનો પુત્ર સાદોક તથા અબ્યાથારનો પુત્ર અહીમેલેખ પ્રમુખ યાજકો હતાં. સરૂયા અંગતમંત્રી હતો.
18યહોયાદાનો પુત્ર બનાયા કરેથીઓનો અને પલેથીઓનોઅંગરક્ષક હતો. અને દાઉદના પુત્રો મુખ્ય કારભારી હતા.