Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
23 verses
1આ બધું થયા પછી એમ બન્યું કે, મિસરના રાજાના પાત્રવાહકે તથા ભઠિયારાએ તેમના માંલિક મિસરના રાજાનો અપરાધ કર્યો.
2તેથી ફારુન તેના બંને સેવકો પાત્રવાહક અને ભઠિયારા પર કોપાયમાંન થયો.
3અને તેણે તેઓને કેદખાનામાં નાખ્યાં, તે એ કેદખાનું હતું જેના માંટે ફારુનના રક્ષકોનો અમલદાર પોટીફાર અધિકારી હતો, ત્યાં યૂસફ કેદ હતો.
4અંગરક્ષકોના સરદારે યૂસફને તેમના તાબામાં સોંપ્યો. તે તેમની સેવા કરતો; આમ તેઓ કેટલાક સમય માંટે કેદમાં રહ્યાં.
5એક દિવસ રાત્રે કેદખાનામાં પુરાયેલા મિસરના રાજાના પાત્રવાહકને અને ભઠિયારાને બન્નેને એક સાથે સ્વપ્ન આવ્યું. બન્નેનાં સ્વપ્ન જુદાં હતાં. તથા પ્રત્યેક સ્વપ્નનો અર્થ પણ જુદો હતો.
6પછી સવારે જયારે યૂસફે અંદર આવીને જોયું, તો તેઓ ચિંતિત હતા.
7તેથી તેણે તેમને પૂછયું, “આજે તમે કેમ ચિંતિત દેખાઓ છો?”
8એટલે તેઓએ તેને કહ્યું, “અમને દરેકને સ્વપ્ન આવ્યું હતું, પણ તેનો અર્થ કરનાર કોઈ નથી.”એટલે યૂસફે તેઓને કહ્યું, “એક માંત્ર દેવ જ સ્વપ્નોનો ખુલાસો કરી શકે, છે. કૃપા કરી મને તમાંરું સ્વપ્ન કહો.
9એટલે દ્રાક્ષારસ આપનારા નોકરે પોતાનું સ્વપ્ન યૂસફને કહ્યું, “મેં સ્વપ્નમાં એક દ્રાક્ષનો વેલો જોયો.
10તે દ્રાક્ષના વેલાને ત્રણ ડાળીઓ હતી, મેં ડાળીઓ પર કળીઓ બેસતી અને તેમાંથી ફૂલ ફૂટતાં જોયા. અને ગુચ્છામાં પાકી દ્રાક્ષો જોઈ;
11ફારુનનો પ્યાલો માંરા હાથમાં હતો. મેં દ્રાક્ષો લઈને તે પ્યાલામાં નિચોવી અને પ્યાલો ફારુનના હાથમાં આપ્યો.”
12પછી યૂસફે કહ્યું, “હું તને સ્વપ્નનો અર્થ સમજાવું છું.” ત્રણ ડાળીઓનો અર્થ ત્રણ દિવસ છે.
13ત્રણ દિવસમાં ફારુન તને મુકત કરી માંફ કરશે, અને તને તારા પોતાના કામ પર પાછો રાખશે; તું પહેલાં જેમ એનો દ્રાક્ષારસ પીરસનાર હતો તેમ તેના હાથમાં ફારુનનો પ્યાલો આપીશ.
14પણ જયારે તારા સુખના દિવસો આવે ત્યારે કૃપા કરીને મને સંભારજે. માંરા પર દયા રાખજે. ફારુનને મ���ંરી વાત કરજે અને મને આ કારાગારમાંથી મુકત કરાવજે.
15અહીંયા હિબ્રૂઓના દેશમાંથી માંરી ઇચ્છા વિરુધ્ધ લાવવામાં આવ્યો છે. મેં અહીં એવું કશુંય ખોટું કર્યુ નથી જેને કારણે મને કારાગૃહમાં નાખવો પડે.”
16રોટલી બનાવનારાએ જોયું કે, બીજા નોકરનું સ્વપ્ન સારું હતું. તેથી તેણે યૂસફને કહ્યું, “મેં પણ એક સ્વપ્ન જોયું હતું. માંરા માંથા પર રોટલીઓની ત્રણ નેતરની છાબડીઓ હતી.
17સૌથી ઉપરની છાબડીમાં ફારુન માંટે દરેક જાતનાં પકવાન હતાં. પરંતુ તેને પંખીઓ ખાઈ જતાં હતાં.”
18યૂસફે કહ્યું, “ત્રણ છાબડીઓનો અર્થ ત્રણ દિવસ છે.
19ત્રણ દિવસમાં ફારુન તમને મુકત તો કરશે, પરંતુ તારું માંથું કાપીને તને ઝાડ પર લટકાવશે, અને પંખીઓ તારું માંસ ફોલી ખાશે.”
20ત્રીજે દિવસે ફારુનની વર્ષગાંઠ હતી, તે દિવસે તેણે તેના બધા સેવકોને મિજબાની આપી; અને ફારુને તેના સેવકોમાં મુખ્યપાત્રવાહકનો અને ભઠિયારાનો ન્યાય કર્યો, અને બંનેને કારાગૃહમાંથી બહાર આવવા દીધા.
21અને તેણે મુખ્ય પાત્રવાહકને તેની પદવી પર પાછો રાખ્યો; અને તેણે ફારુનના હાથમાં પ્યાલો આપ્યો,
22પણ યૂસફે જે અર્થ કરી બતાવ્યો હતો તે પ્રમાંણે ભઠિયારાને ફાંસીએ ચઢાવ્યો.
23છતાં મુખ્ય પાત્રવાહકએ યૂસફને યાદ કર્યો નહિ, અને તે તેને ભૂલી ગયો.