Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
12 verses
1યહોવા કહે છે કે, “સર્વની સાથે ન્યાય અને પ્રામાણિકતાથી વતોર્. ન્યાયને અનુસરો, કારણ હું મુકિત આપવાની તૈયારીમાં છું, અને ન્યાયને વિજયી બનાવનારો છું.”
2જે માણસ વિશ્રામવારની પવિત્રતા જાળવી તેનું પાલન કરે અને બધાં દુષ્કમોર્થી દૂર રહે, તે માણસ પરમસુખી છે! જે માણસ ભૂંડું કરવાથી પોતાને પાછો રાખે છે તે આશીર્વાદિત છે.
3યહોવાને શરણે આવેલા વિદેશીએ એમ ન કહેવું કે, “યહોવા મને પોતાના લોકોથી ખરેખર જુદો રાખશે,” અને કોઇ ખોજાએ એમ ન કહેવું કે, “હું તો સુકાઇ ગયેલું ઝાડ છું.”
4કારણ યહોવાના વચન છે, “જે ખોજાઓ વિશ્રામવારનું પાલન કરશે અને મારા કરારને દ્રઢતાથી વળગી રહેશે.
5તેના માટે, હું મારા મંદિરમાં, એની ભીંતો વચ્ચે, મારા પુત્રો અને પુત્રીઓંથી પણ ચડિયાતું સ્મારક અને નામ આપીશ. હું તેને એવું અમર નામ આપીશ જે કદી નાશ ન પામે.”
6વળી જે વિદેશીઓ મારે શરણે આવ્યા છે, જેઓ મારી સેવા કરે છે, મારા નામ પર પ્રેમ કરે છે, મારા સેવકો છે, અને જે કોઇ મારા વિશ્રામવારની પવિત્રતા જાળવી તેનું પાલન કરે છે, અને મારા કરારને દ્રઢતાપૂર્વક વળગી રહે છે.
7યહોવા કહે છે કે, “તેમને હું મારા પવિત્ર પર્વત પર લઇ આવી મારા પ્રાર્થનાગૃહમાં આનંદનો અનુભવ કરાવીશ. તેણે યજ્ઞવેદી પર ચઢાવેલાં દહનાર્પણો અને યજ્ઞોનો હું પ્રસન્નતા પૂર્વક સ્વીકાર કરીશ. મારું મંદિર બધા લોકો માટે, પ્રાર્થના કરવા માટેનું સ્થળ બની રહેશે.”
8ઇસ્રાએલના વેરવિખેર થયેલાંઓને એકઠા કરનાર પોતે યહોવા દેવના મુખના આ વચનો છે, “જેઓને ભેગા કર્યા છે તેમની ભેગા બીજાઓને પણ હું ભેગા કરતો રહીશ.”
9આવો, વનવગડાંના પશુઓ, જંગલનાં પશુઓ, આવો અને ખાઓ;
10કારણ કે ઇસ્રાએલના બધાં ચોકીદારો સર્વ આંધળા છે અને કંઇ જાણતા નથી; ત���ઓ મૂંગા કૂતરા છે કે જે ભસતા નથી, તેના જેવા છે. તેઓ જમીન પર લાંબા થઇને સૂઇ રહેવાનું, આરામ કરવાનું તથા સ્વપ્નો જોવાનું પસંદ કરે છે.
11તેઓ બધા ખાઉધરા કૂતરા છે, જે કદી ધરાતા નથી, તેઓ એવા ઘેટાંપાળકો છે જે કશું સમજતા નથી. તેઓ ફકત પોતાના જ હિતનો વિચાર કરે છે, ને શક્ય હોય તેટલું પોતાના માટે મેળવવાનો પ્રયત્ન કરે છે.
12પ્રત્યેક વ્યકિત કહે છે, “ચાલો, હું દ્રાક્ષારસ લઇ આવું અને આપણે ધરાઇને પીએ અને ઉજાણી કરીએ; અને આવતીકાલ આજના કરતાં પણ વધારે સરસ થશે!”