Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
23 verses
1અયૂબે તેનું ષ્ટાંત કહેવાનું ચાલુ રાખ્યું.
2“દેવે મારો ન્યાયનો હક છીનવી લીધો છે, સર્વસમર્થ દેવે મારા જીવનને દુ:ખી બનાવી દીધું છે, તેમના નામના સમ ખાઇને કહું છું;
3જ્યાં સુધી હું જીવું છું અને દેવનો શ્વાસ મારાઁ નસકોરાઁમાં છે,
4જૂઠી બાબત મારા હોઠ પર નહિ આવે, મારી જીભ અસત્ય નહિ ઉચ્ચારે.
5તમે લોકો સાચા છો તે હું કદી જ સ્વીકારીશ નહિ; હું મૃત્યુ પામું ત્યાં સુધી મારી નિદોર્ષતા જાહેર કર્યા કરીશ.
6હું મારી નિદોર્ષતાને વળગી રહીશ; હું તેને કદી છોડીશ નહિ હું જીવું ત્યાં સુધી મારો અંતરઆત્મા મને કદી દુ:ખ પહોચાડશે નહિ.
7લોકો મારી વિરુદ્ધ થઇ ગયા છે. હું ઇચ્છુ છું મારા દુશ્મનોને સજા થાય જેવી રીતે દુષ્ટ માણસોને સજા થવી જોઇએ.
8જો માણસ દેવની કાળજી કરતો નથી તો તે મરી જાય ત્યારે તેની પાસે કોઇ આશા રહેતી નથી. દેવ જ્યારે તેનું જીવન લઇ લે છે, તે વ્યકિત ને કોઇ આશા રહેતી નથી.
9તે દુષ્ટ વ્યકિત દુ:ખમાં આવી પડશે અને દેવને મદદ માટે પોકારશે. પરંતુ દેવ તેને સાંભળશે નહિ.
10તે વ્યકિતએ સર્વ પ્રસંગે દેવની પ્રાર્થના કરવી જોઇતી હતી. તે સર્વશકિતમાનથી આનંદ માનશે.
11ઇશ્વરની સત્તા વિષે હું તમને શીખવીશ. સર્વસમર્થ દેવની યોજનાઓ હું છુપાવીશ નહિ.
12તમે તમારી પોતાની આંખોથી દેવની શકિત જોઇ છે ને? છતાં મારી સાથે તમે શામાટે વ્યર્થ વાતો કરો છો?
13દેવ પાસેથી દુષ્ટ માણસનો ભાગ, તથા સર્વસમર્થ દેવ પાસેથી દુષ્ટોને મળતો વારસો આ છે
14જો તેમનાં સંતાનોની વૃદ્ધિ થાય, તો તે તરવારથી હત્યા થવા માટે છે. અને તેના વંશજો ભૂખમરાને કારણે મૃત્યુ પામશે.
15તેમાંથી જેઓ બચી જશે તેઓ રોગ અને મૃત્યુના ભોગ બનશે. અને તેની વિધવા શોક કરશે નહિ.
16જો દુષ્ટ લોકો ધૂળની જેમ પુષ્કળ સંપત્તિ એકઠી કરે, તો પણ ઢગલાબંધ કપડાં ઢગલાબંધ માટીની જેમ ધરાવે છે.
17પરંતુ અંતમાં તેઓને બદલે ભલા લોકો તેમના વસ્ત્રો પહેરશે, અને નિદોર્ષ લોકો તેની ચાંદી તેઓમાં વહેંચી લેશે.
18તેણે બાંધેલા ઘર કરોળિયાના જાળાં જેવા અને ચોકીદારના છાપરા જેવા છે.
19દ્રવ્યવાન જ્યારે સૂવા જાય છે ત્યારે એ કદાચ ધનવાન હોય, પણ જ્યારે તે આંખ ખોલે છે ત્યારે બાકી કાંઇ હોતું નથી.
20તે ગભરાયેલો હશે. તે એક જળપ્રલય જેવું લાગશે, જાણેકે એક વંટોળિયો આવ્યો હતો અને બધું ઉપાડી ને લઇ ગયો.
21પૂર્વનો વાયુ તેને ઉડાવીને લઇ જાય છે, એટલે તે લોપ થાય છે; વંટોળિયો તેને તેની જગાએથી બહાર ખેચી જાય છે.
22દુષ્ટ વ્યકિત કદાચ વંટોળિયાના જોરથી બચવાનો પ્રયત્ન કરે પણ તોફાન તેના પર દયા વગર તૂટી પડશે.
23માણસો તેની સામે તાળી પાડશે કારણકે તે દુષ્ટ વ્યકિત ભાગી ગયો છે. જેવો તે તેના ઘરમાંથી ભાગે છે તેઓ તેના તરફ સીટી વગાડશે.