Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
26 verses
1અયૂબ જન્મ્યો હતો તે દિવસને શાપ દે છે.
2અયૂબે કહ્યું;
3“મને એમ થાય છે કે હું જન્મ્યો તે દિવસ હંમેશ માટે અર્દ્રશ્ય થઇ જાય!
4મને થાય છે તે દિવસ અંધકારમાં જ હોત, અને હું ઇચ્છું છું દેવ તે દિવસ ભૂલી જાય! મને થાય છે તેઓએ કહ્યું કે ‘તે એક છોકરો છેં,’ તે રાત આવી ન હોત! હું ઇચ્છું છું તે દિવસે કોઇ રોશની ઝળકતી ન હોત.
5હું ઇચ્છું છું તે દિવસ અંધકાર ભર્યો હોત એવો કાળો જેવું કાળું મૃત્યુ, હું ઇચ્છું છું, તે દિવસે વાદળો સંતાઇ ગયા હોય, હું ઇચ્છું છું, હું જન્મ્યો તે દિવસથી કાળાં વાદળો પ્રકાશને બિવડાવી ભગાડી મૂકે.
6હું ઇચ્છું છું અંધકાર તે રાત્રિને પાસે રાખે, પંચાગમાં તે સુખનો દિવસ કોઇ મહિનામાં પણ તે ન ગણાય.
7તે રાત્રિ કોઇ વસ્તુ ઉત્પન કરે નહિ, તે રાત્રે આનંદની એકપણ બૂમ ન સંભળાય.
8કેટલાક જાદૂગરો હંમેશા અજગરને જગાડવા ચતુર હોય છે. તો તેઓને હું જન્મ્યો હતો તે દિવસને શાપ ઉપર શાપ આપવા દો.
9તે દિવસના પ્રભાતના તારા અંધકારમાં રહે, તે રાત્રિ ભલે સવાર થવાની રાહ જોયા કરે પરંતુ પ્રકાશ તે આ ઉગતા સૂર્યના પહેલા કિરણોને ન જુએ.
10તે રાત્રિ મારા જન્મ કરાવ્યા વગર રહી નહિ તેથી મને આ મુશ્કેલીઓ દેખાયા વગર રહી નહિ.
11હું ગર્ભસ્થાનમાં જ મરી કેમ ન ગયો? જન્મતાંજ કેમ પ્રાણ ન છોડ્યો?
12મારી માતાએ શા માટે મને તેના ઘૂંટણો પર રાખ્યો? માતાએ શા માટે મને ધવડાવ્યો?
13જ્યારે હું જન્મ્યો ત્યારે જ મરી ગયો હોત તોે અત્યારે મને શાંતિ હોત મને થાય છે, હું આરામમાં ઊંઘતો હોત.
14જેઓ અગાઉ પૃથ્વી પર રાજાઓ અને વિદ્વાન માણસો સાથે રહેતા હતા તે માણસોએ પોતાને માટે મકાનો બંધાવ્યા હતા તે અત્યારે નાશ પામી ગયા છે અને સમાપ્ત થઇ ગયા છે.
15અને હું ધનવાન રાજકર્તાઓ જેમણે તેમના ઘરો અઢળક સોના અને ચાંદીથી ભરી દીધેલા છે તેઓની સાથે શાંતિમય અને સુખદાયી થઇ ગયો હોત!
16મરેલું જન્મે અને જમીનમાં દાટી દે તેમની પેઠે શા માટે હું એ બાળક ન હતો? મને થાય છે જેણે દિવસનો પ્રકાશ જોયો નથી તે એક બાળક જેવો હું હોત!
17અધમ માણસો જ્યારે કબર ભેગા થાય છે ત્યારે હેરાન કરવા���ું બંધ કરે છે અને જે લોકો થાકેલા છે તેઓને કબરમાં શાંતિ લાગે છે.
18ગુલામોને પણ કબરમાં આરામ મળે છે કારણકે તેઓને ચોકીદારો તેના પર બૂમો પાડતા તે સંભળાતું નથી.
19બધાજ જાતના લોકો કબરમાં છે-મહત્વશીલ અને મહત્વ વગરના લોકો ગુલામ તેના ધણીથી મુકત હોય છે.
20માણસ જે પીડા ભોગવી રહ્યો છે શા માટે જીવતા રહ્યાં કરવું છે. એક દુ:ખી આત્માવાળા માણસને શા માટે જીવન અપાય છે?
21તે માણસને મરવાની ઇચ્છા છે પણ મોત આવતંુ નથી. તે દુ:ખદાયી માણસ છૂપાયેલા ખજાના કરતા મોતને વધારે શોધે છે.
22તે લોકોને તેઓની કબર મળતા ખુશ થશે. તેઓ તેઓની સમાધિ મેળવવાથી આનંદ પામશે.
23પરંતુ દેવ તેઓની આસપાસ રક્ષા કરતી એક દિવાલ છે અને તેઓનું ભવિષ્ય ગુપ્ત રાખે છે.
24જ્યારે ખાવાનો સમય થાય છે ત્યારે હું માત્ર દુ:ખથી નિસાસો નાખું છું, આનંદનો નહિ અને મારી ફરિયાદો બહાર પાણીની જેમ રેડાય છે.
25મને ડર છે કે મને કાંઇ ભયંકર થવાનું છે અને બરોબર તેમજ થયું.
26હું શાંત રહીં શકતો નથી, હું સ્વસ્થ થઇ શકતો નથી, હું આરામ કરી શકતો નથી, હું ખૂબજ ઉદ્ધિગ્ન થયો છું. જેની મને વધારે બીક લાગતી હતી તેજ મને થયું.”