Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
41 verses
1પછી યહોવાએ વંટોળિયામાંથી અયૂબને જવાબ આપતાં કહ્યું કે,
2“મૂર્ખતાથી ઇશ્વરી ઘટનાને પડકારનાર આ વ્યકિત કોણ છે?”
3તારી કમર બાંધ; કારણકે હું તને પૂછીશ, અને તું મને જવાબ આપીશ, જવાબ આપવાનો તારો વારો છે.
4જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો? તું બહુ સમજે છે તો એ તો કહે કે
5પૃથ્વીને ઘડવા માટે એનાં તોલમાપ કોણે નક્કી કર્યા હતાં? દુનિયાને એક માપરેખાથી કોણે માપી હતી?
6એના મજબૂત પાયાં શાના ઉપર નાંખવામાં આવ્યા છે? તેની જગ્યામાં પહેલો પથ્થર કોણે મૂક્યો?
7પ્રભાતના તારાઓએ સાથે ગીત ગાયું અને દેવદૂતોએ જ્યારે તે થઇ ગયું ત્યારે આનંદથી બૂમો પાડી!
8સમુદ્રને પૃથ્વીના ઊંડાણમાંથી ધસી આવતા રોકવા દરવાજાઓ કોણે બંધ કર્યા હતા?
9વાદળાં અને ગાઢ અંધકારરૂપી વસ્રો મેં તેને પહેરાવ્યંે.
10મે તેની બાજુઓની હદ બનાવી અને બંધ દરવાજાઓની સીમાઓ પાછળ તેને મૂકી.
11મે સમુદ્રને કહ્યું, ‘તું અહીં સુધી ગતિ કરજે, અહીંથી આગળ ઉલ્લંઘન કરીશ નહિ. તારા પ્રચંડ મોજા અહીં અટકી જશે.’
12શું આ પ્રભાત થાય છે, તે તમારા આદેશથી થાય છે? સવારે સૂર્યના કિરણોએ કઇં દિશામાં ઊગવું તે શું તમે નક્કી કરો છો?
13અયૂબ, તે ક્યારે પણ પ્રભાતના પ્રકાશને પૃથ્વીને ઝૂંટવી લઇને દુષ્ટ લોકોને તેઓની સંતાવાના સ્થાનેથી જાવી નાખવાનું કહ્યું છે?
14પ્રભાતનો પ્રકાશ ટેકરીઓ અને ખીણોને ષ્ટિ ગોચર કરે છે. જ્યારે દિવસનો પ્રકાશ પૃથ્વી પર પડે છે, ત્યારે તે જગ્યાઓની આકૃતિ, કપડાની ઘડીની જેમ બહાર દેખાય છે. તે સ્થળો પોચી માટી પર છાપ વડે પડેલી છાપ જેવો આકાર લે છે.
15દુષ્ટ લોકોને દિવસનો પ્રકાશ ગમતો નથી. જ્યારે તે તેજથી પ્રકાશે છે, તે તેઓને તેઓના દુષ્કમોર્ની યોજના કરતા રોકે છે.
16અયૂબ, તું કદી સમુદ્રના ઉદ્ગમસ્થાનના ઊંડાણમાં ગયો છે ખરો? તું ક્યારેય મહાસાગરની સપાટી પર ચાલ્યો છે?
17શું તે કદી મૃત્યુના દ્વાર જોયા છે? તમે કદી મૃત્યુની અંધારી જગાના દ્વાર જોયા છે?
18તું જાણે છે કે પૃથ્વી કેટલી વિશાળ છે. આવું જ્ઞાન તારી પાસે હોય તો તે મન��� કહે!
19પ્રકાશનું ઉદગમસ્થાન ક્યાં છે? અંધકારની જગા ક્યાં છે? મને જણાવ.
20તમે પ્રકાશ અને અંધકારને તે જે સ્થાનેથી આવ્યા હતા, ત્યાં પાછા લઇ જઇ શકો છો? તમે તેના ઉદ્ભવસ્થાને જઇ શકો છો?
21આ બધું તો તું જાણે છે, કારણકે ત્યારે તારો જન્મ થઇ ચૂક્યો હતો ને! અને તું તો ઘણો અનુભવી વૃદ્ધ ખરું ને?
22બરફના તથા કરાઁ ભંડારોમાં બેઠો છે? તથા સંગ્રહસ્થાન છે, શું તેઁ જોયાં છે?
23મેં બરફ અને કરાઁની જગાઓને આફતના સમય અને લડાઇ અને યુદ્ધના સમય માટે બચાવી રાખી છે.
24તમે કદી જ્યાં સૂર્ય ઊગે છે, જ્યાં તે પૂર્વ તરફના પવનને આખી પૃથ્વી પર ફૂંકાવે છે તે સ્થળે ગયા છો?
25વરસાદના પ્રચંડ પ્રવાહ માટે નાળાં અને ખીણો કોણે ખોદ્યા છે? ગર્જના કરતો વીજળીનો માર્ગ કોણે બનાવ્યો છે?
26જ્યાં માનવીએ પગ પણ નથી મૂક્યો એવી સૂકી અને ઉજ્જડ ધરતી પર તે ભરપૂર વરસે છે.
27જેથી ઉજ્જડ તથા વેરાન જમીન તૃપ્ત થાય અને લીલોછમ ઘાસચારો ફૂટી નીકળે, તે માટે ત્યાં વરસાદ કોણ મોકલે છે?
28શું વરસાદનો કોઇ જનક છે? ઝાકળનાં બિંદુઓ ક્યાંથી આવે છે?
29કોના ગર્ભમાંથી હિમ ને કોણ જન્મ આપે છે?
30પાણી તો પથ્થરના ચોસલા જેવું થઇ જાય છે, અને મહાસગાર પણ થીજી જાય છે.
31આકાશના તારાઓને શું તું પકડમાં રાખી શકે છે? શું તું કૃતિકા અથવા મૃગશીર્ષના બંધ નક્ષત્રોને છોડી શકે છે?
32શું તું રાશિઓને નક્કી કરેલા સમયો અનુસાર પ્રગટ કરી શકે છે? શું તું સપ્તષિર્ને તેના મંડળ સહિત ઘેરી શકે છે?
33શું તું આકાશને અંકુશમાં લેવાના સિદ્ધાંતો જાણે છે? શું તું તેઓને પૃથ્વી પર શાસન કરાવી શકે છે?
34શું તમે તમારો અવાજ વાદળાં સુધી પહોંચાડી શકો છો? જેથી તમે પુષ્કળ વરસાદ લાવી શકો?
35શું તમે વીજળીને આજ્ઞા કરી શકો છો? એ તમારી પાસે આવીને કહેશે કે, ‘અમે અહીંયા છીએ, તમને શું જોઇએ છે?’ તમારે તેને જ્યાંજયાં લઇ જવી હશે શું તે જશે?
36અયૂબ, વાદળાંમાં જ્ઞાન કોણે મૂક્યું છે? અથવા ધૂમકેતુને કોણે સમજણ આપી છે?
37બધાં વાદળોની ગણતરી કરી શકે અથવા પાણી ભરેલી આકાશની મશકો રેડી શકે એવો પર્યાપ્ત વિદ્વાન કોઇ છે?
38જેથી ધરતી પર સર્વત્ર ધૂળ અને ઢેફાં પાણીથી પલળીને એકબીજા સાથે ચોંટી જાય છે.
39શું તમે સિંહણને માટે શિકાર પકડી શકો? શું તમે સિંહણના બચ્ચાંની ભૂખને સંતોષી શકો છો?
40એટલે જ્યારે તેઓ તેમની બોડમાં લપાઇને બેઠા હોય ત્યારે અથવા ઝાડીમાં સંતાઇને તેઓના શિકાર પર તરાપ મારવા તૈયાર બેઠા હોય ત્યારે?
41જ્યારે કાગડીનાં બચ્ચાં તેઓના માળામાં ભૂખે ટળવળતાં હોય અને દેવને પોકારતાં હોય ત્યારે તેઓને ખોરાક કોણ પૂરો પાડે છે?