Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
27 verses
1“હાંક મારી જો હવે; તને જવાબ આપનાર કોઇ છે ખરું? તું હવે ક્યા દેવદૂતને શરણે જશે?
2ક્રોધ મૂર્ખ માણસને મારી નાખે છે, ઇર્ષ્યા મૂર્ખનો નાશ કરે છે.
3મેં મૂર્ખ માણસને જડ નાખતાઁ જોયો છે, પણ પછી અચાનક આફત આવી પડે છે.
4તેનાં સંતાનોને મદદ કરવાવાળું કોઇ નથી, તેઓ ન્યાયાલયમાં ભાગી પડ્યાં છે. અને તેઓનો બચાવ કરે એવું કોઇ નથી.
5તેઓનો ઊભો પાક ભૂખ્યા લોકો ખાઇ જાય છે, થોરકાંટામાંથી પણ તેઓ લૂંટી જાય છે. તેઓની સંપત્તિનો ઉપયોગ તેઓને બદલે બીજા કરે છે!
6જટિલ સમસ્યાઓ ધરતીમાંથી નથી ઉગતી, અને મુશ્કેલીઓ જમીનમાંથી નથી ફૂટતી.
7પરંતુ જેમ અગ્નિ તણખો પેદા કરે છે તેવીજ રીતે મનુષ્ય જટિલ સમસ્યાઓનો સામનો કરવા જ જન્મ્યો છે.
8છતાં જો તમે મને પૂછો તો હું દેવ પાસે જઇશ અને તેમની સામે મારો કિસ્સો રજુ કરીશ.
9દેવ, ઘણી અશક્ય અને મહાન વસ્તુઓ કરે છે જે લોકો સમજી શકતા નથી. તે અગણિત ચમત્કારો કરે છે.
10તે પૃથ્વી પર વર્ષા વરસાવે છે અને ખેતરોમાં જળ પહોંચાડે છે.
11તે ગરીબ અને નમ્ર લોકોને ઉચ્ચ બનાવે છે; તથા શોકાતુરોને ઊંચે ચઢાવી સુરક્ષા આપે છે અને શાંતિ આપે છે.
12તે ચાલાક, દુષ્ટ લોકોની યોજનાઓ બગાડી નાખે છે જેથી તેઓ સફળ ન થાય.
13કપટી લોકો પણ પોતાના જ છળકપટમાં ફસાઇ જાય છે. દેવ તેમના દુષ્ટકમોર્નો નાશ કરે છે.
14ધોળે દહાડે તેઓ અંધારાને ભટકાય છે, તેઓ અંધજનની જેમ ખરે બપોરે રાતની જેમ ફાંફા મારે છે.
15દેવ ગરીબને મોતમાંથી બચાવે છે. તે તેઓને મજબૂત લોકોના બળથી બચાવે છે.
16તેથી ગરીબને આશા રહે છે અને દુષ્ટોનું મોઢું ચૂપ કરી દેવામાં આવશે.
17દેવ જેને સુધારે છે તે ભાગ્યશાળી છે, માટે તું સર્વ સમર્થ દેવની શિક્ષાની અવજ્ઞા કરીશ નહિ.
18કારણકે તે દુ:ખી કરે છે અને તે જ પાટો બાંધે છે; ઘા કરે છે અને ઘા રુઝાવે પણ છે.
19તેઓ તમને છ આફતોમાંથી બચાવશે, સાતમીથી તમને દુ:ખ થશે નહિ.
20તેઓ તમને દુકાળના સમયે મૃત્યુમાંથી અને યુદ્ધના સમયે તરવારના ત્રાસમાંથી બચાવી લેશે.
21નિંદાખોરોથી તું સુરક્ષિત રહીશ, અન��� આફતની સામે પણ તું નિર્ભય રહીશ.
22વિનાશ અને દુકાળને તું હસી કાઢીશ.અને પૃથ્વી પરનાં હિંસક પશુઓથી તું ગભરાઇશ નહિ,
23તારા ખેતરના પથ્થરો પણ તારી દલીલમાં ભાગ લેશે, જંગલી જાનવરો પણ તારી સાથે સુલેહ કરશે.
24તું બહાર હોઇશ ત્યારે પણ તારે તારા ઘરની કશી ચિંતા કરવાની રહેશે નહિ, અને તું તારા પોતાના વાડાને તપાસી જોઇશ, તો બધું સુરક્ષિત હશે.
25તને પુષ્કળ સંતાનો થશે અને પૃથ્વી પરના ઘાસની જેમ તારા વંશજો પણ ઘણા થશે.
26તું જેમ લણણીની ઋતું સુધી ઘંઉ ઊગે છે તેમ, તું તારી બરોબર પાકી ઉંમરે તારી કબરમાં જઇશ.
27અમે આ વાતનો અભ્યાસ કર્યો અને અમે જાણીએ છીએ કે તેઓ સાચા છે. તારા પોતાના ભલા માટે મારી આ સલાહને તું ધ્યાનમાં લે.”