Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
10 verses
1યૂસફના વંશજોના પ્રદેશની સરહદ યરીખોથી માંડીને યર્દનથી શરૂ થઈ, યરીખોના ઝરણાની પૂર્વ તરફ રણમાં થઈને બેથેલના પર્વતીય પ્રદેશ સુધી જતી હતી.
2અને તેની સરહદ બેથેલથી, અટારોથમાં આર્કીઓની સરહદ સુધીની હતી;
3અને પશ્ચિમ તરફ તે યાફલેટીઓની સીમાંથી છેક નીચલા બેથ-હોરોન અને ગેઝેર સુધી અને તે ભૂમધ્ય સમુદ્ર તરફ ચાલી.
4મનાશ્શા અને એફ્રાઈમના લોકોને મનાશ્શા અને એફ્રાઈમ યૂસફના પુત્રો હતાં આ ભૂમિ મળી હતી.
5એફ્રાઈમનાં કુટુંબીજનોને મળેલી ભૂમિ આ હતી; તેમની પૂર્વ દિશાની સરહદ આટારોથ-આદારથી ઉપરના બેથ-હોરોન સુધી હતી.
6ત્યાંથી તે સમુદ્ર સુધી જતી રહી. ઉત્તરે મિખ્મથાથ હતું. પૂર્વમાં એ સરહદ તાઅનાથશીલોહ તરફ વળી અને ત્યાંથી યાનોઆહના નજીકના વિસ્તાર તરફ વળતી હતી.
7પછી યાનોઆહ નીચે ઊતરીને આટારોથ અને નાઅરાહ જતી હતી. ત્યાંથી યરીખો જઈ યર્દન આગળ પૂરી થતી હતી.
8સરહદ કાનાહ નદીથી પશ્ચિમ તપ્પુઆહ ગઈ. અને સમુદ્ર પર પુરી થઈ. આ બધી ભૂમિ છે જે એફ્રાઈમ લોકોને આપવામાં આવી હતી. તે કુળસમૂહમાં દરેક કુટુંબને આ ભૂમિનો ભાગ મળ્યો.
9એફ્રાઈમના ઘણા સરહદી નગરો મનાશ્શાની સરહદમાં હતાં, પણ એફ્રાઈમના લોકોને આ નગરો અને તેમની આજુબાજુના ખેતરો મળ્યા હતાં.
10પણ એફ્રાઈમીઓ જે ગેઝેરમાં રહેતા અને કનાનીઓને તે ક્ષેત્રમાંથી તેઓએ કદીય હાંકી કાઢયા નહિ, તેથી તેઓ આજ સુધી એફ્રાઈમના લોકો વચ્ચે રહેતા આવ્યા છે; પણ તેમને ચાકરો તરીકે કામ કરવું પડે છે.