Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
25 verses
1બલામને ખબર પડી કે યહોવા ઇસ્રાએલને આશીર્વાદ આપવા ઈચ્છે છે, તેથી તેણે જાદૂઈ ખેલો કરીને તેને બદલવા પ્રયત્ન કર્યો નહિ. તેને બદલે તે રણ તરફ ઇસ્રાએલી છાવણી તરફ ફરીને ઊભો રહ્યો.
2તેણે જોયું તો ઇસ્રાએલીઓએ કુળસમૂહો પ્રમાંણે છાવણી નાંખી હતી. પછી દેવના આત્માંએ તેનામાં પ્રવેશ કર્યો.
3અને તેણે ભવિષ્યવાણી ઉચ્ચારતા કહ્યું,“બયોરનો પુત્ર બલામ કહે છે, જે સ્પષ્ટ નિહાળે છે તે દિવ્ય દૃષ્ટિ ધરાવનારની વાણી છે.
4દેવના શબ્દો સાંભળનારની વાણી છે. સમાંધિમગ્ન છતાં ખુલ્લાં અંતઃચક્ષુથી સર્વસમર્થ દેવે બતાવેલાં દિવ્યદર્શનો જોનારની વાણી છે.
5હે યાકૂબના લોકો, તમાંરા મંડપ કેવા સુંદર છે! હે ઇસ્રાએલીઓ તમાંરા ઘરો કેવા રઢિયાળ છે!
6જાણે નદીકાંઠે વિસ્તરેલા બાગબગીચા, જાણે યહોવાએ રોપેલા કુવારના છોડ,
7અને પાણી પાસેના એરેજ વૃક્ષના જેવા છે, તેઓને ભરપૂર પાણીથી આશીર્વાદિત કરવામાં આવશે. ઘણું જળસીંચન કરેલા ખેતરોમાં તે બી વાવશે. તેઓનો રાજા અગાગ રાજા કરતાં મહાન થશે; તેઓનું રાજ્ય પ્રતાપી રાજ્ય બનશે.
8દેવ તેઓને મિસરમાંથી લઈ આવ્યા તે જ રાની બળદના શીંગડાની જેમ તેમનું રક્ષણ કરે છે. તેઓ સિંહ જેવા છે; પોતાની વિરુદ્ધ થનાર પ્રજાઓને તે ખાઈ જશે; તે તેઓનાં હાડકાં ભાંગીને ચૂરા કરશે, અને તે અસંખ્ય તીરોથી તેઓને વીંધી નાખશે.
9પછી તે આડો પડીને ઊઘે છે, તેને ઉઠાડવાની હિંમત કોણ કરે? હે ઇસ્રાએલીઓ, તમને જે આશીર્વાદ આપે તેના પર આશીર્વાદ ઊતરો, તમને જે શ્રાપ આપે તેના પર શ્રાપ ઊતરો.”
10આ સાંભળીને રાજા બાલાક બલામ પર ખૂબ ગુસ્સે થયો. ક્રોધાવેશમાં મુક્કી પછાડીને તેણે અણગમો વ્યક્ત કરતાં ઊંચા સાદે કહ્યું, “હું માંરા દુશ્મનોને શ્રાપ આપવા માંટે તને લઈ આવ્યો અને તેં ત્રણ ત્રણ વાર તેમને આશીર્વાદ આપ્યા!
11ચાલ, ભાગ, અહીંથી ચાલ્યો જા. ઘર ભેગો થઈ જા! મેં તને ભારે સન્માંન આપવાનું વચન આપ્યું હતું, પણ યહોવાએ તને તેનાથી વંચિત રાખ્યો છે.”
12બલામે પ્રત્યુત્તર આપ્યો, “મેં તો તેં મોકલેલા માંણસોને કહ્યું હતું કે,
13‘બાલાક મને તેના ઘરનું બધું સોનું અને ચાંદી આપે, તોયે હું યહોવાની આજ્ઞાની વિરુદ્ધ જઈને માંરી મરજી મુજબ સારું કે ખરાબ કઈ જ ન કરી શકું. હું તો યહોવા જે કહેવાનું મને કહેશે તે જ કહીશ.’
14હવે હું માંરા લોકો પાસે જાઉ છું પણ તે પહેલા તને સાવધાન કરતો જાઉ છું કે આ ઇસ્રાએલીઓ ભવિષ્યમાં તમાંરા મોઆબીઓના શા હાલ કરશે.”
15એમ કહીને તેણે નીચે પ્રમાંણે ભવિષ્યવાણી પ્રગટ કરી:“બયોરના પુત્ર બલામની, દિવ્ય દ્રષ્ટિ ધરાવનારની આ વાણી છે.
16દેવના શબ્દો સાંભળનારની, જેને પરાત્પર દેવ પાસે જ્ઞાન પ્રાપ્ત કર્યુ છે તેની આ વાણી છે. સમાંધિમગ્ન છતાં ખુલ્લાં અંતઃચક્ષુથી સર્વસમર્થ દેવે બતાવેલા દિવ્યદર્શનો જોનારની આ વાણી છે.
17હું જે જોઉ છું તે દૃશ્ય આજનું નથી, પણ ભવિષ્યનું છે. યાકૂબના વંશમાંથી એક તારો ઊગશે, ઇસ્રાએલના લોકોમાંથી એક નવો શાસક આવશે, તે પોતાના રાજદંડથી મોઆબીઓનાં પ્રાણ હરશે. અને શેથના પુત્રોનો તે નાશ કરશે.
18ઇસ્રાએલ મજબૂત બનશે! તેને અદોમની ભૂમિ પ્રાપ્ત થશે. તેને તેના દુશ્મન સેઈરની ભૂમિ પ્રાપ્ત થશે.
19યાકૂબના કુટુંબમાંથી એક નવો શાસક આવશે. તે શાસક શહેરમાં બાકી રહેલા લોકોનો વિનાશ કરશે.”
20પછી બલામે અમાંલેકીઓને જોયા અને ભવિષ્યવાણી પ્રગટ કરી:“અમાંલેકીઓ સર્વ પ્રજાઓમાં આગળ હતા; પણ તેનો અંત સંપૂર્ણ વિનાશમાં આવશે.”
21પછી કેનીઓને જોયા પછી બલામે ભવિષ્યવાણી કરી:“તમાંરું આશ્રયસ્થાન લાગે છે તો સુરક્ષિત, તે ખડકોમાં બાંધેલા માંળા સમાંન છે.
22પણ એ બળી જવા નિમાંયો છે. કેનીઓનો વિનાશ થશે. તમે કયાં સુધી આશ્શૂરના કેદી બની રહેશો?”
23અંતમાં તેણે ભવિષ્યવાણી પ્રગટ કરતાં કહ્યું:“દેવ આ પ્રમાંણે કરે ત્યારે કોણ જીવી શકે?
24કિત્તીમમાંથી (સાયપ્રસ) કિનારા પરથી વહાણો આવશે. તેઓ આશ્શૂરને અને એબેરને કચડી નાખશે, પછી છેવટે વિજેતા પણ વિનાશ પામશે.”
25પછી બલામ ઊઠીને પોતાને ઘેર ફર્યો અને બાલાક પણ પોતાના રસ્તે પડયો.