Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
27 verses
1જે માણસ વારંવાર ઠપકો પામ્યા છતાં પોતાની ગરદન અક્કડ રાખે છે, તે અકસ્માત નાશ પામશે, તેનો કોઇ ઉપાય રહેશે નહિ.
2જ્યારે ન્યાયી લોકો સત્તા પર આવે છે ત્યારે લોકો આનંદોત્સવ કરે છે, પણ દુર્જનના હાથમાં સત્તા આવે છે ત્યારે તેઓ નિસાસા નાખે છે.
3જે કોઇ જ્ઞાનને પ્રેમ કરે તે પોતાના પિતાને આનંદ આપે છે; પણ જે વારાંગના સાથે સબંધ રાખે છે તે પોતાની સંપત્તિ પણ ગુમાવે છે.
4નીતિમાન ન્યાયી રાજા દેશને સ્થિરતા અપેર્ છે, પણ લાંચ મેળવવાનું ચાહે છે તે તેનો નાશ કરે છે.
5જે માણસ પોતાના પડોશીના ખોટા વખાણ કરે છે તે તેને ફસાવવા જાળ પાથરે છે.
6દુર્જન પોતાના પાપનાં ફાંદામાં ફસાય છે. સજ્જન આનંદ કરે છે.
7સજ્જન ગરીબોના હિતની ચિંતા રાખે છે. દુર્જનને તે સમજવાની પણ પડી નથી.
8તિરસ્કાર કરનાર માણસો શહેર ઉશ્કેરે છે, પરંતુ હોશિયાર રોષને સમાવે છે.
9જો ડાહ્યો માણસ મૂર્ખ સાથે ન્યાયાલયમાં જાય તો તો મૂર્ખ ડાહી વ્યકિત પર ગુસ્સે થશે અને હસશે, અને ત્યાં કાંઇ સૂઝાવ નહિ હોય.
10લોહી તરસ્યા માણસો પ્રામાણિક માણસો પર વૈર રાખે છે, અને તેઓ ન્યાયી માણસોને મારી નાખવા માટે ઝૂરે છે.
11મૂર્ખ માણસ પોતનો ક્રોધ બહાર ઠાલવે છે, પણ ડાહી વ્યકિત પોતાની જાતને કાબૂમાં રાખે છે.
12કોઇ શાસનકર્તા જૂઠાંણું કાને ધરે છે, તો તેના બધા અમલદારો દુષ્ટ થઇ જાય છે.
13ગરીબને જેઓ તેમને તકલીફ આપે છે તેમનામાં એક સમાનતા છે. યહોવાએ તેમને જીવન આપ્યુ છે.
14જે રાજા વિશ્વાસુપણાથી ગરીબોનો ન્યાય કરે છે, તેનો હોદૃો સદાને માટે સ્થિર રહેશે.
15સોટી તથા ઠપકો જ્ઞાન આપે છે; પણ સ્વતંત્ર મૂકેલું બાળક પોતાની માને ફજેત કરે છે.
16દુર્જનો સત્તા ઉપર આવે છે ત્યારે પાપ વધે છે, પણ સજ્જનો તેઓની પડતી થતી જોશે.
17તું તારા દીકરાને શિક્ષા કરીશ તો તે તારા માટે આશીર્વાદરૂપ હશે, તે તારા હૈયાને આનંદ આપશે.
18જ્યાં સંદર્શન નથી, ત્યાં લોકો સ્વેચ્છાચારી બની જાય છે, પણ જે દેવના નિયમને વળગી રહે છે તે સુખી છે.
19ગુલામોને એકલા શબ્દથી સુધારી ન શકાય, કારણ, તે સમજશે તો પણ ગણકારશે નહિ.
20તમે ઝડપથી બોલતા માણસને જુઓ છો? તેના કરતાં મૂર્ખ માટે વધારે આશા છે.
21નાનપણથી લાડમાં ઉછરેલો ગુલામ પછીથી તે ��ેનો દીકરો થઇ જાય છે.
22ક્રોધી માણસ ઝઘડા સળગાવે છે, અને ગુસ્સાવાળો વ્યકિત ઘણા ગુના કરે છે.
23અભિમાન વ્યકિતને અપમાનિત કરે છે, પણ નમ્રતાથી વ્યકિત સન્માન મેળવે છે.
24ચોરનો ભાગીદાર પોતાનો જ દુશ્મન છે; તેને જુબાની આપવા માટે બોલાવાય છે, પણ સાક્ષી નથી પૂરતો.
25વ્યકિતનો ભય એ છટકું છે, પણ જે કોઇ યહોવા પર વિશ્વાસ રાખે છે તે સુરક્ષિત છે.
26સૌ કોઇ શાશકની કૃપા શોધે છે, પણ ન્યાય તો યહોવા પાસેથી જ મળી શકે છે.
27પણ સજ્જનો દુર્જનોને તિરસ્કારે છે અને દુર્જનો સાચા માગેર્ ચાલનારને ધૂત્કારે છે.