Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
9 verses
1યહોવાની સ્તુતિ કરો! હે યહોવાના સેવકો, સ્તુતિ કરો, યહોવાના નામની સ્તુતિ કરો.
2યહોવાનું નામ આ સમયથી તે સર્વકાળ સુધી સ્તુત્ય થાઓ.
3સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી યહોવાના નામની સ્તુતિ કરો.
4યહોવા સર્વ પ્રજાઓ પર સવોર્પરી અધિકારી છે; અને તેનું ગૌરવ આકાશો કરતાં મોટું છે.
5આપણા દેવ યહોવા જેવો છે કોણ? જે ઉચ્ચસ્થાનમાં પોતાનું રહેઠાણ રાખે છે.
6આકાશો ને પૃથ્વીથી યહોવા ઘણા ઊંચા છે. પોતાને નીચા નમાવે છે, તેથી તેને જોવા તેમણે નીચું જોવુ પડે.
7રાંકને ધૂળમાંથી તે ઉઠાવી લે છે; અને ભૂખ્યાઓને કચરાનાં ઢગલામાંથી.
8અને બેસાડે છે પોતાના લોકોને અમીર ઉમરાઓ સાથે; રાજકુમારોની મધ્યે.
9સંતાન સ્રી ને સંતાન આપે છે; અને સુખી થશે માતા! યહોવાની સ્તુતિ થાઓ.