Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
6 verses
1હે યહોવા, ક્યાં સુધી તમે મને ભૂલી જશો? શું સદાને માટે? હું નિ:સહાય છું, તમે ક્યાં સુધી મારાથી મુખ ફેરવશો?
2આખો દિવસ મારું હૃદય દુ:ખથી ભરાઇ ગયું છે અને હું મારી જાતને પૂછયા કરું છું: જો તમે મને ભ���લી ગયા હો તો કયાં સુધી મારે વિચારવું કે તમે મને ભૂલી ગયા છો? કયાં સુધી મારા હૃદયમાં આ દુ:ખનો અનુભવ કરવો? કયાં સુધી મારા દુશ્મનો મને જીતતા રહેશે?
3હે યહોવા, મારા દેવ, ધ્યાન દઇ અને મારા સવાલોના જવાબ આપો. જ્યાં સુધી હું મૃત્યુનિંદ્રામાં ન પડું ત્યાં સુધી મારી આંખોમાં જયોતિ પ્રગટાવો.
4શત્રુઓને કહેવા દેશો નહિ કે, અમે તેની ઉપર વિજય મેળવ્યો છે. મારી હાર જોવામાં તેઓને રાજી ન કરતાં.
5મેં હંમેશા તમારી કૃપા પર ભરોસો રાખ્યો છે. તમારી પાસેથી મુકિત મેળવવામાં મારા હૃદયને આનંદ મળશે.
6યહોવા સમક્ષ હું ગાયન ગાઇશ, કારણ યહોવાએ મારા પર કૃપા કરી છે.