Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
5 verses
1હે યહોવા, તમારા પવિત્ર મંડપમાં કોણ નિવાસ કરશે? તમારા પવિત્ર પર્વત પર આવીને કોણ રહેશે?
2જે સાધુશીલતા પાળે છે, જે ન્યાયથી વર્તતા હૃદયથી સત્ય બોલે છે.
3તે કદી બીજા લોકો માટે ખરાબ બોલતો નથી, તે તેના પરિવાર માટે શરમજનક વાત કયારેય કરતો નથી. તે કયારેય પોતાના મિત્રનું ભૂંડુ કરતો નથી; અને કયારેય પોતાના પડોશીને હાની પહોંચાડતો નથી.
4તેની દ્રૃષ્ટિમાં પાપી માણસ વખોડવાને પાત્ર છે. જેઓ યહોવાનો ભય અને આદર રાખે છે તેને તે માન આપે છે. તેને નુકશાન સહન કરવું પડે તો પણ પોતાના વચન કયારેય તોડતો નથી.
5તે તેણે ધીરેલાં નાણાં ઉપર વ્યાજ લઇને તે કોઇનું શોષણ કરતો નથી. તે નિદોર્ષ માણસો સામે જૂઠી સાક્ષી દઇને કદી લાંચ લેતો નથી. જેઓ આ રીતે જીવે છે તે હંમેશા સુરક્ષિત રહેશે.