Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
11 verses
1જેના દોષને માફી મળી છે, તથા જેનું પાપ ઢંકાઇ ગયું છે તેને ધન્ય છે અને તે જ સુખી છે.
2જેને યહોવા દોષિત ગણતા નથી, અને જેના આત્મામાં કંઇ કપટ નથી તે માણસ આશીર્વાદિત છે.
3હું ભયંક�� પાપી છું તેનો હું સ્વીકાર કરતો ન હતો, તે દિવસથી મારી વ્યથા વધી ગઇ અને મારા હાડકાં ર્જીણ થઇ ગયા.
4આખો દિવસ અને આખી રાત, તમારો ભારે હાથ મારા પર હતો. જેમ ઉનાળાની ગરમીમાં જળ સુકાઇ જાય તેમ મારી શકિત હણાઇ ગઇ હતી.
5પણ મેં મારા બધાં પાપો તમારી સમક્ષ કબૂલ કરવાનો નિર્ણય લીધો. મે મારા પાપોને છુપાવવાનું બંધ કર્યુ. મે પોતાને કહ્યું, “હું મારા પાપો યહોવા સમક્ષ કબૂલ કરીશ.” અને તમે મારા પાપો બદલ મને ક્ષમા આપી.
6તેથી જ્યારે દેવનાં અનુયાયીઓને તેમનાં પાપનું ભાન થાય, ત્યારે તેઓ પ્રાર્થના કરીને તેમનાં પાપની કબૂલાત કરશે. અને જો પ્રચંડ પૂરની જેમ મુશ્કેલીઓ આવશે તો પણ તે તેઓ સુધી પહોંચી શકશે નહિ.
7જીવનનાં સર્વ સંકટોમાં તમે મારી છુપાવવાની જગા છો, તમે મને સંકટોમાં ઉગારી લો છો; મારી આસપાસ તમારા ઉધ્ધારનાં સ્તોત્રો ગવડાવશો.
8યહોવા કહે છે, “જીવનનાં પ્રત્યેક તબક્કે તારે ક્યાં માગેર્ ચાલવું તે હું તને બતાવીશ, હું તારો સતત ખ્યાલ રાખીને હું તને હંમેશા સાચો બોધ આપીશ.
9ધોડા તથા ખચ્ચર જેને કંઇ સમજ નથી તેને કાબૂમાં રાખવા માટે લગામની જરૂર છે. તું તેમનાં જેવો અણસમજુ થઇશ નહિ.”
10દુષ્ટ લોકોને ઘણી તકલીફો સહન કરવી પડે છે; પણ જેઓ દેવમાં વિશ્વાસ કરે છે, તેઓ તો યહોવાની કૃપાથી ધેરાયેલાં રહેશે.
11હે સદાચારી લોકો, યહોવાથી આનંદીત થાઓ અને પ્રસન્ન થાઓ . હે શુદ્ધ હૃદયી માણસો, હર્ષના પોકાર કરો.