Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
22 verses
1હે યહોવા, તમે ક્રોધમાં આવી મને ઠપકો આપશો નહિ, અને તમારા ગુસ્સામંા મને તમે શિક્ષા કરશો નહિ.
2તમારા બાણોએ મને વીંધી નાખ્યો છે; અને તમારા હાથે મને કચડી નાખ્યો છે.
3તમારા ગુસ્સાન��� લીધે મારું શરીર જરાપણ તંદુરસ્ત નથી. મારા પાપોને લીધે અને તમારી શિક્ષાને લીધે મારા બધા હાડકાઁઓ ઇજા પામ્યા છે.
4મારા માથા પર પાપો અને અન્યાયનો ભાર વધી ગયો છે, ભારે બોજાની જેમ તે મને અસહ્ય થઇ પડ્યો છે.
5મારી મૂર્ખાઇને કારણે ઘા પડી ગયા છે અને કોહવાઇને ગંધાઇ ઊઠયા છે.
6હું લથડી ગયો છું અને વાંકો વળી ગયો છું, અને આખો દિવસ હું શોક કર્યા કરું છું.
7મારી કમરમાં અસહ્ય બળતરા થાય છેં, અને મારું શરીર રોગગ્રસ્ત થઇ ગયું છે.
8હું નિર્બળ થઇને કચડાઇ ગયો છું, હૃદયની વેદનાને કારણે નિસાસા નાખું છું.
9હે યહોવા, તમને મારી સર્વ ઇચ્છાની ખબર છે, મારા એ નિસાસાથી તમે અજાણ્યા નથી.
10મારા હૃદયના ધબકારા વધી ગયા છે, આંખોનું તેજ ઘટી ગયું છે. અને શકિત ઘટી ગઇ છે.
11મારા રોગનાં ભયથી, મારા સ્નેહીજનો અને મિત્રો દૂર થઇ ગયા છે, અને મારા સગાસબંધી સૌ કોઇ, મારાથી જૂદા જઇ રહે છે.
12શત્રુઓ મને મારવા ફાંદા ગોઠવે છે, મારું અહિત કરનારા હાનિકારક વાતો કરે છે.
13મારી વિરુદ્ધ આખો દિવસ કપટી કાવતરા કરે છે. પણ હું તો બહેરા માણસની જેમ સાંભળતો નથી, પોતાનું મોઢું ઉઘાડી ન શકું એવો હું મૂગો માણસ છું.
14સાંભળી ન શકે, ઉત્તર ન આપી શકે, હું એવા માણસ જેવો છું.
15હે યહોવા, મારા દેવ, હું તમારી વાટ જોઉં છું; હે યહોવા, હું આશા રાખું છું કે તમે મને ઉત્તર આપશો.
16મેં કહ્યું, “મારો પગ લપસે ત્યારે, મારી વિરુદ્ધ બડાઇ કરનારા મારી દુ:ખદ પરિસ્થિતિ જોઇને કદાચ આનંદ પામે.
17હું હવે કોઇપણ સમયે ઢળી પડીશ, મારું દુ:ખ હંમેશા મારી સાથે છે.
18હું મારા પાપ ને અન્યાય કબુલ કરું છુ; અને મારા પાપ માટે હું બહુ દિલગીર છું.
19જેઓ વિના કારણે મારા શત્રુ થયા છે તેઓ અતિ પ્રબળ છે; જેઓ વિના કારણ મારો તિરસ્કાર કરે છે તેઓની સંખ્યા વધી છે.
20ભલાઇ ને બદલે દુષ્ટતા પાછી વાળે છે, અન્યાયથી તેઓ મારો તિરસ્કાર કરે છે, કારણ, હું જે સારું છે તેને અનુસરું છું.
21હે યહોવા, તમે મને તરછોડશો નહિ, હે મારા દેવ, મારાથી દૂર ન થશો.
22હે યહોવા, મારા તારણના દેવ, તમે જલદી આવો અને મને મદદ કરો!