Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
13 verses
1જે દરિદ્રીની ચિંતા કરે છે, તે યહોવાથી આશીર્વાદિત છે; સંકટ સમયે ખરેખર યહોવા તેને વિપત્તિમાંથી છોડાવે છે.
2તેનું યહોવા રક્ષણ કરે છે તથા તેને જીવંત રાખે છે; તે તેના શત્રુઓના બળને નષ્ટ કરે છે અને જાહેરમાં તેને માન આપે છે જેથી તે સંસારમાં સુખ પામે.
3યહોવા તેને બીમારીના બિછાના પર ટકાવી રાખશે, અને મંદવાડમાં તેનાં દુ:ખ અને ચિંતા લઇ લેશે.
4મેં પ્રાર્થના કરી, “હે યહોવા, મારા પર દયા રાખો અને મને મારી માંદગીમાંથી સાજોે કરો, કારણકે મેં કબૂલાત કરી હતી કે મેં તમારી વિરુદ્ધ પાપ કર્યા છે.”
5મારા શત્રુઓ આ બધી ખરાબ બાબતો મારી વિરુદ્ધ કહે છે, “તે ટૂંક સમયમાં મૃત્યુ પામશે. તેનુંં નામ સમગ્ર સંસારમાંથી વિસરાઇ જશે.”
6મારી માંદગીમાં મુલાકાતે આવી, ઢોંગ કરી મિત્રતાનો દાવો કરે છે, અને હૃદયમંા અન્યાયનો સંગ્રહ કરે છે; જ્યારે તે બહાર જાય છે તો નામોશી કરી અને તે જાહેર કરે છે અને નિર્બળતાની હાંસી ઉડાવે છે.
7મારો દ્વેષ કરનારા અંદરો અંદર કાનમાં વાતો કરે છે, અને મારા વિષે તે અત્યંત ખરાબ કલ્પના કરે છે.
8તેઓ કહે છે; “તેની માંદગી એવી પ્રાણધાતક છે કે તે પથારીમાં પડ્યો છે ઓટલે પાછો ઊઠવાનો નથી.”
9મારો જે શ્રેષ્ઠ મિત્ર હતો, જેની સાથે મેં ઘણીવાર ભોજન લીધું હતુ અને મને જેના પર ભરોસો હતો, તે મારી વિરુદ્ધ થઇ ગયો છે.
10હે યહોવા, મારા પર કૃપા કરો, અને મને ફરી સાજો કરો; મને પથારીમાંથી ઊઠાડો, જેથી હુ તેમનો ઇલાજ કરું.
11તમે મારા પર પ્રસન્ન છો એની મને ખબર છે; તમે મારા પર શત્રુઓને વિજય આપ્યો નથી.
12હું નિદોર્ષ હતો અને તમે મને ટેકો આપ્યો હતો. તમારી સમક્ષ હંમેશા ઉભો રહેવા તમે મારી મદદ કરી.
13ઇસ્રાએલનાં દેવ યહોવા પુરાતન કાળથી તે અનંતકાળ સુધી સ્તુત્ય રહે. આમીન તથા આમીન.