Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
5 verses
1હે દેવ, મારો ન્યાય કરો, અને મને નિદોર્ષ પુરવાર કરો. અને જે તમારો સંનિષ્ઠ અનુયાયી નથી તેવાથી મને બચાવો, તેવા ઠગ અને છેતરપીંડી કરનારા માણસથી મને બચાવો.
2કારણ, હે દેવ, તમે મારું સાર્મથ્ય છો. તમે ���ને શા માટે તજી દીધો? દુશ્મનોની ક્રૂરતાને લીધે હું શોક કરતો ફરૂં છું.
3હે યહોવા, તમારું સત્ય અને પ્રકાશ પ્રગટ કરો; જેથી હું માર્ગદર્શન મેળવંુ અને તેઓ મને તમારા પવિત્ર પર્વતમાં તથા તમારા મંડપમાં લાવે.
4તમે મારા અતિઆનંદ છો, તમારી વેદી પાસે હું જઇશ, અને હે દેવ, મારી વીણા સાથે હું તમારી આભારસ્તુતિ ગાઇશ.
5હે મારા આત્મા, તું શા માટે આટલો બધો ઉદાસ છે? તું શા માટે બેચેન છે ? દેવની મદદની રાહ જો, જે મારા મુખનું તારણ તથા મારા દેવ છે હજી હું તેની કૃપા અને મદદ માટે પ્રાર્થના કરીશ.