Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
8 verses
1હે દેવ, મારી પ્રાર્થના સાંભળો અને મારી અરજી પર ધ્યાન આપો.
2જ્યારે મારું હૃદય વ્યાકુળ થશે, ત્યારે પૃથ્વીને છેડેથી હું આપને પ્રાર્થના કરીશ! હું પોતે સુરક્ષાનો મજબૂત ખડક ચઢી શકતો નથી, તે��ી તે પર તમે મને લઇ જજો.
3તમે મારૂં આશ્રય છો અને મજબૂત બૂરજ છો જે મને મારા શત્રુઓથી બચાવે છે!
4હું સદાકાળ તમારા મંડપમાં રહીશ, અને તારી પાંખોના આશ્રયે રહીશ.
5હે દેવ, મેં તમને કરેલી પ્રતિજ્ઞાઓ તમે સ્વીકારી છે. જેઓ તમારો ડર રાખે છે અને તમારો આદર કરે છે તેને તમે ઉપહાર આપો છો.
6રાજાના વષોર્માં વૃદ્ધિ કરો જેથી તે આવનાર પેઢીઓ સુધી જીવે.
7તે સદાકાળ દેવની સંમુખ રહેશે. તેની રક્ષા કરવા સત્ય ને કૃપા તૈયાર રાખજો.
8હું, નિરંતર તમારા નામની સ્તુતિ ગાઇશ અને દરરોજ મારી પ્રતિજ્ઞા પરિપૂર્ણ કરીશ.