Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
20 verses
1હે સર્વ પૃથ્વીવાસી લોકો, તમે દેવ સંમુખ હર્ષના ગીત ગાઓ.
2તેમનાં નામનાં ગૌરવની સ્તુતિ ગાઓ. સ્તુતિગાનથી તેમને મહિમાવાન કરો.
3દેવને કહો, તમારા કામ કેવાં અદ્ભૂત છે! શત્રુઓ તમ��રા સાર્મથ્યથી તમારી આગળ નમે છે.
4આખી પૃથ્વીની બધી પ્રજાઓ તમારી આગળ નમી જશે, અને તમારી ઉપાસના કરશે, તેઓ તમારા નામનાં ગૌરવની સ્તુતિ ગાશે.
5આવો, અને દેવના મહાન કૃત્યો નિહાળો; કેવાં આશ્ચર્યકારક કાર્યો તેમણે લોકો માટે કર્યા છે!
6સૂકવી નાખ્યો તેણે સમુદ્રને, તેનાં લોકોએ પગે ચાલીને નદી પાર કરી. ત્યાં અમે તેનામાં આનંદિત થયા.
7તે પોતાના પરાક્રમથી સદાકાળ રાજ કરે છે; પ્રજાઓની સર્વ હિલચાલ તેની આંખો જુએ છે, બંડખોર પ્રજાજનો દેવ વિરુદ્ધ માથું ઊંચુ નહિ કરે.
8હે પ્રજાજનો, આપણા દેવને, ધન્યવાદ આપો અને તેનાં સ્તવનનો ધ્વનિ સંભળાવો.
9તે આપણા આત્માને જીવનમાં સુરક્ષિત રાખે છે, અને આપણા પગને લપસી જવા દેતાં નથી.
10હે યહોવા, તમે અમારી કસોટી કરી છે; અમને ચાંદીની જેમ અગ્નિથી શુદ્ધ કર્યા છે.
11તમે અમને તમારી જાળમાં પકડ્યાં છે; અને અમારી પીઠ પર ભારે બોજો મૂક્યો છે.
12તમે અમારા શત્રુઓને અમારા ઉપર ચાલવા દીધાં, અમને અગ્નિ અને પાણીમાંથી ચાલવું પડ્યું; પણ તમે અમને અંતે સંપત્તિ અને સમૃદ્ધિનાં સ્થળે લઇ આવ્યા.
13દહનાર્પણો લઇને હું તમારા મંદિરમાં આવીશ, હું તમારી સંમુખ માનતાઓ પૂર્ણ કરીશ.
14હું સંકટમાં હતો ત્યારે મેં તમારી સમક્ષ પ્રતિજ્ઞાઓ લીધી હતી.
15તેથી હું તમારી પાસે આ પુષ્ટ બકરાં, ઘેટાં અને વાછરડાં લાવ્યો છું; તમારી સમક્ષ દહનાર્પણોની ધૂપ પહોંચશે.
16હે દેવનાં ભકતો, તમે સર્વ સાંભળો; તેમણે મારા હકમાં જે કાંઇ કર્યુ છે તે હું તમને કહીશ.
17મેં મારા મુખે તમને અરજ કરી, અને મારી જીભે તેમનું સ્તવન કર્યુ.
18જો હું મારા હૃદયમાઁ દુષ્ટતા કરવાનો ઇરાદો રાખું તો યહોવા મારું નહિ સાંભળે.
19પણ દેવે ચોક્કસ મારું સાંભળ્યું છે, અને મારી પ્રાર્થના પર કાન ધર્યા છે.
20સ્તુતિ હો દેવની, તેમણે મારી પ્રાર્થના નકારી કાઢી નથી, કે મારા પરની કૃપા તેમણે અટકાવી નથી.