Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
18 verses
1હે યહોવા, મારા તારણના દેવ, મેં રાતદિવસ તમારી વિનંતી કરી છે.
2હવે તમે મારી પ્રાર્થના સાંભળો, મારા પોકાર તમારે કાને ધરો.
3કારણ, મારું જીવન મુશ્કેલીઓથી ભરેલું છે, અને હું જલદ��થી મૃત્યુ પામીશ.
4હું કબરમાં ઊતરનાર ભેગો ગણાયેલો છું, અને લાચાર સ્થિતિમાં આવી પડ્યો છું.
5હું મૃત્યુ પામેલાઓની વચ્ચે પેડેલા મૃતદેહ જેવો છું. જેઓ યુદ્ધમાં મરાયા હતાં અને કબરમાં દટાયા હતાં. અને હવે તમે તેઓને યાદ કરતાં નથી. તેઓ તમારી કાળજીથી દૂર રખાયાં છે, હું તેમના જેવો છું.
6તમે મને છેક નીચલા ખાડામા ધકેલી દીધોં, તેવા ઊંડાણોમાં અતિશય અંધકાર હોય છે.
7મારા પર તમારો કોપ અતિ ભારે છે, તમારા સર્વ મોજાંથી હું દુ:ખમાં ડૂબી ગયો છું;
8તમે મારા મિત્રો પાસે મારો તિરસ્કાર કરાવ્યો છે, મારાથી તેઓ દૂર નાસે છે; હું ફાંદામા ફસાઇ ગયો છું, અને તેમાંથી બહાર નીકળી શકતો નથી.
9દુ:ખને લીધે મારી આંખો ક્ષીણ થાય છે; હે યહોવા, મેં તને સદા અરજ કરી છે અને તારી સંમુખ મેં મારા હાથ જોડ્યા છે.
10શું તમે મૂએલા સમક્ષ ચમત્કારો દેખાડશો? શું તેઓ ઊઠીને તારી આભારસ્તુતિ કરશે?
11શું તારી કૃપા કબરમાં કે વિનાશમાં તારું વિશ્વાસપણું જાહેરમાં કરવામાં આવશે?
12શું અંધકારમાં તારાં કૃત્યો જે આશ્ચર્યકારક છો, તે વિષે, અને વિસ્મરણના દેશમાં તમારાં ન્યાયીપણાંનાં કૃત્યો વિષે જણાવવામાં આવે છે?
13પણ, હે યહોવા, સહાય માટે હું વિનંતી કરું છું, દરરોજ સવારે મારી પ્રાર્થના તમારી સમક્ષ આવશે.
14હે યહોવા, તમે મને તજો છો શા માટે? શા માટે તમે તમારું મુખ મારાથી ફેરવો છો?
15મારી યુવાવસ્થાથી જ મારા પર દુ:ખ આવી પડ્યાં છે. હું તમારા ગુસ્સાથી દુ:ખી થયો છું. હું અસહાય છું.
16તમારો ઉગ્ર કોપ મારા પર આવી પડ્યો છે, તમારા તરફથી મને ત્રાસ થાય છે; અને તેથી હું ભાંગી પડ્યો છું.
17મને જળપ્રલયની જેમ દરરોજ ઘેરી લે છે, અને તેઓએ મને ડૂબાડી દીધો છે.
18તમે મારા મિત્રોને અને સબંધીઓને મારાથી દૂર કર્યા છે. ફકત અંધકાર જ મિત્ર તરીકે મારી પાસે છે.