Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
12 verses
1હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો, મારી આજીજીનો જવાબ આપો અને મને બતાવો કે તમે ભલા અને ન્યાયી છો.
2હે યહોવા, મારી, તમારા સેવકની, ચકાસણી ન કરો, કારણ કે તમારી આગળ કોઇ નિદોર્ષ મળશે નહિ.
3મારા શત્રુઓ મારી પાછળ પડ્યા છે; તેઓએ મને જમીન પર પછાડ્યો છે, અને અંધકારમાં પૂરી દીધો છે, જાણે હું મરી ગયો હોઉં તેમ.
4કરણ સ્તબ્ધ થઇ ગયું છે.
5હું ભૂતકાળનાં વષોર્ સ્મરું છું; તે વખતે તમે મહિમાવંત ચમત્કારો કર્યા હતાં; તેનું મનન કરું છું.
6હું મારા હાથ તમારા ભણી પ્રસારું છું; સૂકી ધરતીની જેમ મારો જીવ તમારા માટે તરસે છે.
7હે યહોવા, મને જલ્દી જવાબ દો કારણકે હવે હું નબળો થતો જાઉં છું; તમે મારાથી મોઢું ફેરવશો તો હું મૃત્યુ પામીશ.
8મને પ્રભાતમાં તમારી કૃપા અનુભવવા દો; કારણકે, હું તમારા પર ભરોસો રાખું છું. જે માગેર્ મારે ચાલવું જોઇએ તે મને બતાવો, કારણકે, હું મારું જીવન તમારા હાથોમાં મૂકું છું.
9મારા શત્રુઓથી તમે મારી રક્ષા કરો; સંતાવા માટે હું તમારે શરણે આવ્યો છું.
10મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો; કારણકે તમે મારા દેવ છો; તમારો ઉત્તમ આત્મા મને સત્યને માગેર્ દોરી જાઓ.
11હે યહોવા, તમારા નામને માટે મને જીવાડો; તમારા ન્યાયીપણાથી મને મુશ્કેલીમાંથી બચાવો.
12મારા પ્રત્યેની કૃપાથી તમે મારા શત્રુઓનો નાશ કરો; અને મારા આત્માને સતાવનારાઓનો સંહાર કરો; કારણકે હું તમારો સેવક છું.