Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
14 verses
1આકાશો દેવનાં મહિમા વિષે કહે છે. અંતરિક્ષ તેના હાથે સર્જન થયેલી અદ્ભુત વસ્તુઓ વિષે કહે છે.
2પ્રત્યેક નવો દિવસ તેના સર્જનની સાચી વધારે વાતો કહે છે. દરેક રાત દેવના સાર્મથ્ય વિષે વધારે કહે ��ે.
3ત્યાં વાણી નથી અને ત્યાં શબ્દો નથી. કોઇ અવાજ સંભળાતો નથી,
4પણ તેમનો “અવાજ” આખી પૃથ્વી પર જાય છે, સમગ્ર જગત તેના છેડાઓ સુધી તેમના “શબ્દો” સાંભળે છે.તેમણે સૂર્ય માટે એક મંડપ નાખ્યો છે.
5તે સૂર્ય પોતાના ઓરડામાંથી પરણવા નીકળતા વરરાજા જેવો છે, તે દોડની સ્પર્ધાના આનંદિત, તેજસ્વી અને બળવાન ખેલાડી જેવો છે.
6તે આકાશને એક છેડેથી નીકળી અને તેના બીજા છેડા સુધી પરિક્રમણ કરે છે. તેની ઉષ્ણતા પામ્યા વિના કોઇ બાકી રહી જતું નથી.
7યહોવાના પવિત્ર વચનો સંપૂર્ણ છે. તે આત્માને તાજગી આપે છે. યહોવાની સાક્ષી, ખરેખર વિશ્વાસપાત્ર છે. તે મૂર્ખને ડાહ્યાં થવા માટે મદદ કરે છે.
8યહોવાના વિધિઓ યથાર્થ છે. તેઓ હૃદયને ભરપૂર આનંદ આપે છે. યહોવાની આજ્ઞાઓ નિર્મળ છે. જે આંખોને પ્રકાશ આપે છે.
9યહોવા માટેનો ભય શુદ્ધ અને અનાદિ છે. યહોવાના ઠરાવો નિષ્પક્ષ અને સાચા છે. તેઓ સંપૂર્ણપણે ન્યાયી છે.
10તે શુદ્ધ સોના કરતાં પણ વધુ પસંદ કરવા યોગ્ય છે. વળી મધપૂડાનાં ટીંપાં કરતાંય તે ખરેખર વધારે મીઠાં છે.
11કારણ, તમારો ઉપદેશ તેના સેવકોને ચેતવણી આપે છે અને જેઓ તેનું સદા પાલન કરે છે તેઓને સફળતા આપે છે.
12મારા હૃદયમાં છુપાયેલા પાપોને હું જાણી શકતો નથી, છાની રીતે કરેલા પાપોમાંથી મને શુદ્ધ કરો અને મુકત કરો.
13મને કોઇનું ખરાબ કરવાના વિચારો અને પાપથી દૂર રાખો અને તેમ કરતા અટકાવો. મને ખરાબ કાર્ય ન કરવા માટે તમે સહાય કરો. ત્યારે જ હું દોષમુકત અને પૂર્ણ થઇશ અને મહાપાપ કરવામાંથી બચી જઇશ.
14હે મારા રક્ષક અને ઉદ્ધારક યહોવા; મારા મુખના શબ્દો, તથા હૃદયનાં વિચારો તમારી સમક્ષ માન્ય રાખો.