Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
9 verses
1સંકટનાં દિવસોમાં યહોવા તારી પ્રાર્થના સાંભળી તને ઉત્તર આપો; યાકૂબનાં દેવ, સર્વ પ્રકારની વિપત્તિમાં તારી રક્ષા કરો.
2ભલે તેઓ પોતાના પવિત્રસ્થાનમાંથી તેમની મદદ મોકલે અને તમને સિયોનમાંથી શકિત આપે.
3તારા કરેલા સર્વ અર્પણોને યાદ રાખી, અને તારું દહનાર્પણ સ્વીકારે.
4તને તારી ઇચ્છા પ્રમાણે આપે અને તારી સર્વ યોજનાઓને પાર પાડે.
5તમારી મુકિત અમને સુખી બનાવશે, આપણા દેવને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું; યહોવા તમારી બધી વિનંતિઓનો સ્વીકાર કરે.
6યહોવાએ પોતે જેને અભિષિકત કર્યા છે, તેને વિજય અપાવે છે, તે પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથની તારક શકિતથી તેને જવાબ આપશે.
7કોઇ રાષ્ટો પોતાના સૈન્યો અને શસ્રો વિષે અભિમાન કરે છે, બીજા કોઇ તેમના રથો અને ઘોડાઓ પર અભિમાન કરે છે. પણ અમે અમારા દેવમાં વિશ્વાસ રાખીએ છીએ. અમે અમારા યહોવાના નામના પોકાર કરીશું.
8તેઓ નમીને પડી ગયા છે; પણ આપણે અડગ ઊભા રહીશુ.
9હે યહોવા, અમારા રાજાને વિજય આપો. અમે ભાર પૂર્વક વિનંતી કરીએ છીએ ત્યારે તમે જવાબ આપો.